HomeNational9 ડિસેમ્બરની જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાઈવર્ટ કારયેલા રૂટ પર દોડશે

9 ડિસેમ્બરની જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાઈવર્ટ કારયેલા રૂટ પર દોડશે

દક્ષિણ રેલવેમાં આવેલા કોચુવેલી યાર્ડમાં રિમોડલિંગની કામગીરી માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને અસર થશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, 9 ડિસેમ્બર, 2022ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા પલ્લકડ-પોલ્લાચી-ડિંડીગુલ-મદુરાઈ થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં થ્રિસુર, અલુવા, એર્નાકુલમ, અલાપ્પુઝા, કયામકુલમ, કોલ્લમ, તિરુવનંતપુરમ સેન્ટ્રલ, પરસાલા, નાગરકોઇલ ટાઉન અને વલ્લીયુર સ્ટેશનનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW