HomeGujaratગજબ કહેવાય..!!ગુજરાતની પ્રથમ ચૂંટણીથી આ માજી કરે છે મતદાન, અત્યારે 101 વર્ષના...

ગજબ કહેવાય..!!ગુજરાતની પ્રથમ ચૂંટણીથી આ માજી કરે છે મતદાન, અત્યારે 101 વર્ષના થયા અને 18 ટાંકા આવ્યા છતાં કરશે મતદાન!..

ગુજરાતમા આજે બીજા તબક્કાનુ મતદાન થવા જઈ રહ્યુ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે મતદાન થશે. આ વચ્ચે મતદાનને લઈને ઉત્સાહનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરમાં 101 વર્ષના વૃદ્ધમા મતદાન માટે અનેરો ઉત્સાહ દેખાયો, તેઓ મતદાન માટે જીદ લઈને બેસી ગયા છે. આ વૃદ્ધા પાલનપુરની મીઠી વાવડીમાં રહે છે અને તેમનું નામ મહેરૂનીશા કાદરી ઉર્ફે મેરુમા છે.

મળતી માહિતી મુજબ હ્જુ થોડા દિવસ પહેલા જ આ વ્રુદ્ધા પડી ગય હતા અને તેમને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. વ્રુદ્ધાના પગમા આ દરમિયાન 18 ટાંકા આવ્યા હતા અને હાલત એવી છે કે તેઓ હવે ચાલી પણ શક્તા નથી. આ છતા પણ તેઓ મતદાન કરવા માંગે છે. વ્રુદ્ધાએ તેમના દિકરાને કહ્યુ કે મને પાંચ તારીખે મને મતદાન કરવા અવશ્ય લઈ જજે.

આ વ્રુદ્ધા અંગે વિગતે વાત કરીએ તો મેરુમા એ દેશ અને ગુજરાતમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં મતદાન કર્યુ છે, પછી ભલે એ ચૂટણી ગ્રામપંચાયતની હોય, નગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની. હવે મેરુમાની ઉમર 101 વર્ષની થઈ છે અને 18 ટાંકા પગમા છે. આ છતા પણ ચૂંટણીમાં મતદાન કરવાની હઠ કરીને બેઠા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW