HomeGujaratસાળા બનેવીએ ખેતીમાં ભાગીયું રાખી આદિવાસી મજૂર પાસે કામ કઢાવી લીધું ...

સાળા બનેવીએ ખેતીમાં ભાગીયું રાખી આદિવાસી મજૂર પાસે કામ કઢાવી લીધું ભાગ આપવાનો થયો તો ધમકી આપી મારમાર્યો

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના વતની અંગીબેન ફતેસિંહ નાયકા અને તેના પતિએ હળવદના ઢવાણા ગામમાં રહેતા મુળજીભાઈ રજપુતની બાવન વીંધાની ખેતી ત્રીજા ભાગે રાખેલ જેમાં અંગી બહેને કપાસ તથા દિવેલાના પાક તૈયાર થઈ ગયેલ હોય અને જે પાકમાં મહિલાને ભાગ ન આપવો પડે તે માટે આરોપી મુળજીભાઈ નાઓએ વાડીએ આવી પોતાનો અસલી ચહેરો દેખાડ્યો હતો અને અંગી બહેનના પતિને બહાનુ કાઢી ગમે તેમ જાતીય અપમાનીત ગાળો બોલી કોદાળીના લાકડાના હાથા વડે શરીરે માર મારી માંથામાં ઇજા કરી અને ડાબા ખભાના પાછળના ભાગે ફેક્ચર કરી અને ફરીયાદીને આ બનાવની જાણ કોઈને કરશો તો તમને જીવતા દાટી દઈશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાના પતિને ૧૦૮ માં સારવાર માટે લઈ ગયેલ બનાવ બાદ તેઓ પોલીસ ફરિયાદ ન કરે તે માટે બીજા આરોપી રણજિતે પણ ગમે તેવી ગાળૉ બોલી સાલા નીચ આદીવાસીઓ અહિંયા કાઠિયાવાડમાં અમે કહીએ તેમ થાય તમારૂ અહિંયા કોઈ સાંભળે નહી તેવુ કહી અમોને દવાખાને રોકી રાખી પોલીસ ફરીયાદ કરવા જવા ન દઈ અને પોલીસ ફરીયાદ કરવા જશો તો તમોને અહીંયાથી જીવતા જવા દઈએ નહી તેવી ધમકી આપી હતી બનાવ અંગે મહિલાએ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW