ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. કિર્તીદાન ગઢવી મતદાન કરવા માટે અમદાવાદથી રાજકોટ તો આવ્યા, મતદાન મથક ઉપર 30 થી 35 મિનિટ બેઠા પરંતુ તેઓ મત આપી શક્યા ન હતા. આ બાબતનો વિવાદનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.
મળેલી માહિતી અનુસાર કિર્તીદાન ગઢવી પાસે હાર્ડ કોપીમાં મતદાનની કાપલી અને જરૂરી અન્ય ઓળખ પુરાવાઓ સાથે નહીં હોવાથી મતદાન મથક ઉપર ફરજ પરના અધિકારીએ કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવ્યા હતા
આવા સમયે કિર્તીદાન ગઢવી એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્યું હતું અને એ બાદ ઓરીજનલ ડોકયુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી.
રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા હતા. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા.


