HomeGujaratમોરબીમાં કોંગી ઉમેદવાર જયંતિ પટેલના કારખાનામા અજાણ્યા શખ્સો ધસી આવ્યા સીક્યુરીટી...

મોરબીમાં કોંગી ઉમેદવાર જયંતિ પટેલના કારખાનામા અજાણ્યા શખ્સો ધસી આવ્યા સીક્યુરીટી કેબીનમાં તોડફોડ

એક તરફ વિધાનસભા ચુંટણીના પ્રચાર પડઘમ શાંત થયા પણ સાંજના સમયે કોંગી ઉમેદવાર જયંતિ જેરાજ પટેલના કારખાનામાં બનેલી ઘટનાએ શિયાળાની હળવી ઠંડી વચ્ચે રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. મોરબી કોંગ્રેસ ઉમેદવાર જયંતિ જેરાજના કારખાનામાં અજાણ્યા શખ્સોએ તોડ ફોડ કરી ફરાર થઇ ગયા હતા

બનાવની મળતી માહિતી મુજબ મોરબી માળિયા બેઠકના ઉમેદવાર જયંતી જે પટેલના ભડિયાદ ગામ તરફ જતા વિસ્તારમાં આવેલ વિન્ટેજ સિરામિક નામની ફેક્ટરીમાં સાંજના સમયે અજાણ્યા 4 જેટલા શખ્સ એક રીક્ષા અને બાઈકમાં આવી પહોચ્યા હતા અને સિક્યુરીટી કેબીનમાં ધોકા મારી કાચ તોડી નાખ્યા હતા. તેમજ હાજર કર્મચારીઓને ધમકાવી ફરાર થઇ ગયા હતા ઘટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ કારખાને દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW