HomeGujaratટંકારા: રૂ 8.21 લાખના જીરું ચોરી કરનાર 6 આરોપી ઝબ્બે,2 કાર...

ટંકારા: રૂ 8.21 લાખના જીરું ચોરી કરનાર 6 આરોપી ઝબ્બે,2 કાર સહિત રૂ.13.31 લાખનો મુદામાલ જપ્ત

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં લતીપર રોડ પર આવેલ તિરુપતિ એન્ટરપ્રાઈઝ નામની પેઢીના ગોડાઉનમાં બે દિવસ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા અને તેમાં રહેલા રૂ 8.21 લાખની કીમતના 3400 કિલો જીરું ભરેલા 68 કટ્ટાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં તિરુપતિ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે મોરબી એલસીબીની ટીમ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહી હતી તે દરમીયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ટંકારાની પેઢીમાંથી ચોરાયેલ જીરૂનો જથ્થો ભીમસર ગામના નકુલ ઉર્ફે નીકુલ કરશન મંદરિયા તેમજ વીરેન વિજય રાઠોડ નામની વ્યક્તિએ ચોરી કરી હોય અને હાલ આ જીરું તેઓ સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે ચોક્કસ બાતમી આધારે એલસીબી ઇન્ચા પી આઈ કે જે ચૌહાણ તેમજ તેમની ટીમના રજનીકાંત કૈલા હેડ કોન્સ્ટેબલ સુરેશ હુંબલ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા સહિતના પોલીસ સ્ટાફે ઉમિયા સર્કલ આસપાસ વોચ ગોઠવી હતી દરમિયાન આરોપી દરોડો પાડ્યો હતો અને બાતમી વાળી જગ્યાએથી વોચ ગોઠવી હતી દરમિયાન જીજે 36 વાય 9202 તેમજ જીજે 36 એ એફ 7271 નંબરની કારમાં આરોપી નકુલ ઉર્ફે નીકુલ કરશન મંદરિયા તેમજ વીરેન વિજય રાઠોડ રાહુલ રાજુભાઈ કુંઢીયા ,પપુ નવાભાઇ પરમાર,પાંગળા નાનજીભાઈ ડામોર,હરેશ નરશુંભાઈ મોહનીયાને ઝડપી લીધા હતા તેમજ આરોપીઓ પાસેથી 8.16 લાખના 68 કટ્ટા જીરું 2 કાર વજન કાટાઅને મોબાઈલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીઓની પુછપરછ કરતા દિનેશ તેજીયાભાઈ મેડા અને અજય પ્રકાશભાઈ ભુરીયાનું પણ નામ ખુલતા પોલીસે બન્ને શખ્સની પણ શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW