મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની નવયુગ કોલેજમાં ગત તા 21ના રોજ NSS યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા તથા પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા અને નવયુગ સંસ્થાના પ્રમુખ પિ.ડી. કાંજિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ દ્વારા આ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વરૂણ ભીલા, હેતવી બેન સુતરીયા, પ્રિયાબેન , ભાવેશ ચોલેરા, જાનકીબેન કાલાવડીયા , કૃપાલીબેન પરમાર, તથા હિરલબેન સંતોકી જાનકીબેન ઠાકર અને ગઢવી ભાઈ સહિતના જહેમત ઉઠાવી હતી આ તકેનવયુગ કોલેજના છાત્રો જોશભેર જોડાયા હતા અને તજજ્ઞ દ્વારા આપવામાં આવેલ માહિતી શાંતિ પૂર્વક મેળવી હતી અને તેના બચવા સૂચવવામાં આવેલ સૂચનોનો અમલ કરવા આશ્વાસન આપ્યું હતું

