HomeNationalInter Nationalવ્હેલ આકારનું વિશ્વનું વિશાળકાય વિમાન એરબસ બેલુગા પ્રથમ વાર મુંબઇ એરપોર્ટ પર...

વ્હેલ આકારનું વિશ્વનું વિશાળકાય વિમાન એરબસ બેલુગા પ્રથમ વાર મુંબઇ એરપોર્ટ પર ઉતર્યુ..

મુંબઇ તા.24-11-2022


વિશ્વમાં સૌથી વિશાળકાય વિમાન એરબસ બેલુગાએ પ્રથમવાર મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કર્યુ હતું. હસતી વ્હેલના આકારવાળુ આ વિમાન જોવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા.

વ્હેલ આકારનું આ વિમાન દુનિયાના સૌથી વિશાળ વિમાનો માનું એક છે. આ કાર્ગો વિમાનનો ઉપયોગ લકઝરી સામાનોની હેરફેર માટે થાય છે. વિમાનના વિશિષ્ટ આકાર અને રંગના કારને લોકો અચરજથી જોયા કરે છે અને ફોટા પાડવા લાગે છે. આ કાર્ગો પ્લેન એક વારમાં ૪૭૦૦૦ કિલો વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. એરબસ બેલુગા ૫૬ મીટર લાંબુ અને ૪૫ મીટર પહોળું છે. એર બસ બેલુગાનું નિર્માણ ફ્રાંસની એક કંપનીએ કર્યુ છે. એરબેસ બેલુગાને એ૩૦૦-૬૦૮ એસ ટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. એરબસની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર જુદા જુદા આકારની અને વજન ધરાવતી વસ્તુઓના પરિવહન માટે વ્હેલ આકારના સુપર ટ્રાન્સપોર્ટરને ૧૯૯૫માં પ્રથમ વાર લોંચ કરવામાં આવ્યું હતું. શરુઆતમાં કંપનીની પોતાની ઔધોગિક એરલિફટની જરુરીયાતો માટે વિમાન કામ કરતું હતું.

આ વિમાન નેવી અને સ્પેસ સહિત વિવિધ સ્થળોએ વિશાળ કાર્ગો પરિવહનનો વિકલ્પ આપે છે. ગત રવીવારે ઇધણ ભરાવવા અને ચાલક સભ્યોના આરામ માટે અમદાવાદથી કોલકતાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યુ હતું જયારે મુંબઇમાં પ્રથમ વાર જ ૨૩ નવેમ્બરે પ્રથમ વાર જ એરબસ બેલુગાનું આગમન થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર દુનિયામાં સામાન (લેગેજ)ની હેરફેર માટે અત્યંત દુલર્ભ માનવામાં આવે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW