HomeNationalInter Nationalઇન્ડોનેશિયા બાદ હવે સોલોમન ટાપુ પણ ધણધણ્યું, 7ની તીવ્રતાના ભૂકંપથી સુનામીનો ખતરો

ઇન્ડોનેશિયા બાદ હવે સોલોમન ટાપુ પણ ધણધણ્યું, 7ની તીવ્રતાના ભૂકંપથી સુનામીનો ખતરો

ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાના ભૂકંપે સોલોમન ટાપુ પર ભૂકંપનો તીવ્ર આંચકો નોંધાયો હતો અને એક તબક્કે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી જેના કારણે લોકો સમુદ્ર કિનારાના સ્થળોથી ઉંચાઈવાળા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા.

બાદમાં અમેરિકી ભૂકંપ માપક કચેરીએ સુનામીની વોર્નિંગ પાછી ખેંચી લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી પૃથ્વીના અનેક ભાગોના આંચકા નોંધાઈ રહ્યા છે. ઇન્ડોનેશિયામાં 5.7ની તીવ્રતાના ભૂકંપે પણ તબાહી સર્જી છે. ત્યાં જ સોલોમન ટાપુઓ પર આજે સવારે 7.33 કલાકે ભૂકંપના આંચકા લાગ્યા હતા.

માલંગોના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 7ની નોંધાઈ છે અને તેનું ભૂમિબિંદુ 10 કિલોમીટર ઉંડાઈએ મપાયું હતું. તેને કારણે સુનામીની વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી પરંતુ થોડા કલાકોમાં જ તે પાછી ખેંચાય છે. જાનમાલના નુકશાન અંગે હાલ કોઈ માહિતી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW