HomeGujaratમાળિયાના મેઘપરમાં ટ્રેક્ટર રીવર્સ લેતી વખતે દીવાલ સાથે અથડાતા વૃદ્ધ માથે પડી,કમકમાટી...

માળિયાના મેઘપરમાં ટ્રેક્ટર રીવર્સ લેતી વખતે દીવાલ સાથે અથડાતા વૃદ્ધ માથે પડી,કમકમાટી ભર્યું મોત

માળિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતા જેસંગભાઈ ટપુભાઈ આહીર નામના વૃદ્ધ તેમના ઘર પાસે ટ્રેકટર રીવર્સ લેવા ચાલકને મદદ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણસર ટ્રેકટરની ટ્રોલી દીવાલને અડી જતા દીવાલ સાથે અથડાઈ હતી અને તે દીવાલનો ભાગ જેસંગભાઈ પર પડ્યો હતો આ ઘટનામાં તેઓના પગ પર પડતા તેઓને ગંભીર ઈજા પહોચતા તેઓને ગંભીર હાલતમાં પ્રથમ આયુષ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓ સિવિલ હોસ્પિટલ પહોચે તે પહેલા તેમનું મોત થયું હતું બનાવ બાદ હોસ્પિટલના તબીબે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે એડી નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW