મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ 17 મી ના રોજ ર્ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાની સાથે ઉમેદવારોનું ચિત્ર ચોખ્ખું થઇ ગયુ છે. આજની સ્થિતિએ આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ આપ અને બસપા સહીત 17 ઉમેદવાર મેદાનમાં બાકી રહ્યા છે. હવે આ 17 ઉમેદવાર વચ્ચે 1 ડીસેમ્બરના સીધી ટક્કર થવાની છે. ત્યારે દરેક ઉમેદવાર દરેક સમાજ અને ધર્મના મતદારોના મત મેળવવા ઘરે ઘરે અને સમાજિક આગેવાનોને મળી વધુને વધુ મત મેળવવા મથી રહ્યા છે.ત્યારે આ બેઠક પર કઈ સમાજના મતદારો ક્યાં ઉમેદવાર પર રીજે તે જોવાનું રહ્યું છે
મોરબી જિલ્લાની વિધાનસભા બેઠક પર જ્ઞાતિ આધારિત મતદારોની વાત કરીએ તો આ બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ રહ્યું છે આ બેઠક પર નોંધાયેલા કુલ મતદાર 286 686 મતદારોમાંથી લગભગ 25 ટકા મતદારો એટલે કે 78406 પાટીદાર સમાજના મતદારો છે આ મતદારો ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી મતદાન જોવા મળ્યું છે ભૂતકાળમાં 2017 માં પાટીદાર અનામત આંદોલન વખતે મોટાભાગના મતદારો કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. આ પહેલા આ મતદારો ભાજપ તરફથી જોવા મળ્યા હતા. તો આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર મતદારો પોતાના તરફ વડે તે માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય પાર્ટી દ્વારા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે હવે આ પાટીદાર મતદારો કોઈ એક પક્ષ તરફથી મતદાન કરે છે કે ત્રણેય પક્ષ તરફથી તે જોવું રહ્યું છે.
મોરબી માળીયા બેઠક પર પાટીદાર સમાજનું ભલે હોય પરંતુ હાર જીતનું નિર્ણાયક પરિબળ અન્ય જ્ઞાતિઓ પર પણ તેટલું જ નિર્ભર છે અન્ય જ્ઞાતિઓની વાત કરીએ તો પાટીદાર સમાજ બાદ બીજા ક્રમે કોળી સમાજનું મત બેંક મોટું છે. કોળી સમાજ મોરબી માળિયા બેઠક પર લગભગ 14% કરતાં પણ વધુ મત બેંક ધરાવે છે તેઓના નોંધાયેલા મતદારોની સંખ્યા 27 949 જેટલી છે અને આ મતદારો મુખ્યત્વે કોંગ્રેસ તરફી મતદાન કરતા જોવા મળ્યા હતા તાજેતરમાં પણ હળવદ બેઠકમાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. તો જિલ્લાની તમામ બેઠકો પર તેઓ સમર્થન આપશે તેઓ સમાજના આગેવાન દાવો કરી રહ્યા હતા જોકે ભાજપ દ્વારા પાટીદાર સમાજના આગેવાનને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ભાજપમાંથી આવેલા કોળી સમાજના આગેવાનને ટિકિટ આપી છે ત્યારે આ મતદારો ભાજપને મત આપે છે કે કોંગ્રેસને તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે
આજ રીતે આ બેઠક પર 26675 મતદારો સતવારા જ્ઞાતિના છે તો 23,766 દલિત સમાજના મતદારો છે ત્યારે આ બંને સમાજના મતદારો મળી કુલ 17 ટકાની આસપાસ થાય છે અને બંને જ્ઞાતિઓ કયા પક્ષ તરફ ઢળશે તે અંગે હજુ સસ્પેન્સ યથવાત છે ત્યારે એક પણ સમાજ જો એક પક્ષ તરફ ઢળશે તો તેની સીધી અસર બીજા પક્ષ પર પડશે અને હાર જીતનું પાતળું માર્જિન કોઈ એક પક્ષ તરફ જતું રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી
આ વિધાનસભા ચૂંટણીમાં લઘુમતી સમાજના મતદારો મહત્વ ધરાવે છે કારણ કે સમાજના 13 ટકા મતદારો એટલે કે 37436 મતદારો નોંધાયેલ છે અને આ પરંપરાગત રીતે કોંગ્રેસ તરફી હોવાનું માનવામાં આવે છે જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો તરફ વડતા કોંગ્રેસને નુકશાન થયું હતું. હવે આ 37436 મતદારો માંથી કેટલા અપક્ષ તરફ વળે છે. અને કેટલા પરંપરાગત પક્ષ એવા કોંગ્રેસ તરફ વળે છે તે સમય આવ્યે ખ્યાલ આવશે.
આ ઉપરાંત આ બેઠકમાં આહીર સમાજ,ક્ષત્રિય,બ્રાહ્મણ દેવીપૂજક સહિતની અનેક સમાજના પણ 92 454 જેટલા મતદારો નોંધાયા છે અને તેમાં ચોક્કસ પક્ષ તરફ વલણ જોવા મળતું નથી જેથી આ 92 હજાર મતદારો ક્યાં પક્ષ તરફ મતદાન કરશે તે 1 ડિસેમ્બરના મતદાન અને 8 ડિસેમ્બરના મત ગણતરી મુજબ ખ્યાલ આવશે.


