જામનગર જીલ્લાની કાલાવડ વિધાનસભા વિસ્તારમાં આવતું અને મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારમાં આવતા જીવાપર (આ) ગામના અનુસુચીત જાતિના પરિવાર વિસ્તાર દ્વારા ચુંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને એક પણ પક્ષના ઉમેદવારોને ગામમાં પ્રવેશ ન કરવા સુચના આપવામાં આવી છે 1
ગામના અનુસુચીત જાતિના પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરની કે પીવાના પાણીની લાઈન આપવામાં આવી નથી આ ઉપાંત સીસીરોડ પણ વર્ષો જુનો છે જે હવે ખરાબ થઇ જતા વાહન લઈને નીકળવું મુશ્કેલ થઇ પડ્યું છે આ ઉપરાંત ગામમાં અનુસુચીતા જાતીના પરિવારના કોઈ સ્વજન અવસાન પામે તો તેમના ગામમાં જવા માટે રસ્તો નથી. તેમજ સ્મશાન ફરતે દીવાલ પણ નથી આ બન્ને કામ માટે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય સુધી રજૂઆત કરવા છતાં આજ સુધી એક પણ કામ કરવામાં આવ્યા નથી આ ઉપરાંત તેઓ આર્થિક રીતે અતિ પછાત હોય જેના કારણે સરકારી આવાસ માટે પણ હકદાર હોય જે આવાસ કે પ્લોટની પણ માંગણી છે જે ફાળવણી કરવામાં આવી નથી તેઓને બીપીએલની એક થી દસના સ્કોરમાં સમાવવા માંગણી છે તે કામગીરી પણ કરવામાં આવતી નથી.

