HomeGujaratસરકારના મેળાઓ પૂર્ણ થયા બાદ મોરબીની એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા

સરકારના મેળાઓ પૂર્ણ થયા બાદ મોરબીની એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા

મોરબી શહેરની મધ્યમાં આવેલ રાજાશાહી સમયના ક્રિકેટ ગ્રાઉન્ડ એવા એલ ઈ કોલેજ ગ્રાઉન્ડ હાલ રમત ગમતનું મેદાન ઓછું અને સરકારી કાર્યક્રમ માટે મફત મળતી જગ્યા વધુ બની ગયું છે આ મેદાનમાં ત્રણ ચાર મહિનામાં મહિલાઓ માટે થતા હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવે છે તો ક્યારેક સરકારી કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ માટે મસમોટા ડોમ લગાવવામાં આવે છે અને તેના માટે ખાડાઓ કરવામાં આવે છે અને મેદાન રમવા જેવું રેવા દેવામાં આવતું નથી આટલું હજુ ઓછુ હોય તેમ મેળા પૂર્ણ થયા બાદ સફાઈ કરવાની પણ તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવતી નથી. એલ ઈ કોલેજમાં હાલ એટલી હદે કચરો પડ્યો છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એટલી હદે કચરાના ઢગલા પડ્યા છે કે ખેલાડીઓને ક્રિકેટ કે અન્ય રમતો રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે એક તરફ રાજ્ય સરકાર અમદાવાદ સુરત વડોદરા જેવા મહાનગરમાં રમત ગમતના મેદાન માટે કરોડોનો ખર્ચો કરે છે બીજી તરફ મોરબી જેવા નાના શહેરમાં રાજાશાહી સમયના ક્રિકેટ મેદાનની દુર્દશા સામે આંખ ઉઘાડીને પણ જોતી ન હોવાથી ખેલાડીઓમાં નારાજગી જોવા મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW