કેન્દ્રિય ચુંટણી પંચ દ્વારા રાજ્યની વિધાનસભા ચુંટણી જાહેરાત કરી હતી અને રાજ્યભરમાં વિધાનસભા ચુંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જે મુજબ પ્રથમ તબક્કામાં યોજાનાર ચુંટણી માટે 5 નવેમ્બરથી ગેઝેટ પ્રસિદ્ધ કરી ફોર્મ ભરવાની પ્રકિયા શરુ કરવા તેમજ 15 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત જાહેર કરી હતી. આ પ્રથમ તબક્કામા મોરબી જિલ્લાની ત્રણ બેઠક નો પણ સમાવેશ થયો હતો અને ચુંટણી પંચના નિર્દેશ મુજબ ત 5 નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ઉપાડવા અને જમાં કરવાની કામગીરી શરૂ થઇ હતી હતી. તા. 5 થી 15 નવેમ્બર સુધીમાં જિલ્લાની ત્રણેય બેઠક કુલ 80 ફોર્મ ભરવામાં આવ્યા હતા વિધાનસભા બેઠકમાં જોઈએ

તો મોરબી વિધાનસભા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ ઉપરાંત અન્ય 35 ઉમેદવારોના ફોર્મ જમા થયા હતા આ ઉપરાંત ટંકારામાં પણ કોગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ ફોર્મ જમા કરાવ્યું હતું આ આ પહેલા તેમણે શનાળા ગામથી ટંકારા મામલતદાર કચેરી સુધી રેલી કરી હતી બાદમાં ફોર્મ જમા કરાવ્યું હતું તો ભાજપ ના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ પણ તેમના સમર્થકો અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું ફોર્મ જમા કરાવતા પહેલા દુર્લભજીભાઈએ સભા સંબોધી હતી ટંકારામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સહીત કુલ 18 ફોર્મ રજુ થયા તો અને વાંકાનેરમાંપણ ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી તેમના સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં વાંકાનેર પ્રાંત કચેરી ખાતે ફોર્મ જમા કરાવ્યું હતું 26 ફોર્મ ભરાયા હતા. આમ કુલ ત્રણેય બેઠકના મળી 80 ફોમ ભરવામાં આવ્યા હતા. અંતિમ દિવસની વાત કરીએ તો સોમવારે કુલ 55 ફોર્મ રજુ થયા હતા.આ 55 ફોર્મમાં પણ મોરબીમાં સૌથી વધુ 28 ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો ટંકારા બેઠકમાં 14 અને વાંકાનેર બેઠકમાં કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા.

આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંતઅધિકારીની કચેરી બહાર સવારથી ઉમેદવારો અને તેમના સમર્થકોનો જેમાંવડો જોવા મળ્યો હતો જે બપોરે 3 વાગ્યા સુધી જોવા મળ્યો હતો.


