હળવદના કેવડિયા ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રે ત્રીપલ અકસ્માત સર્જાયું હતું. જેમાં એસટી બસ, ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સમજાયું હતું જેમાં ઇકો સવારમાં જામનગરના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અકસ્માતમાં 12 થી વધુ લોકોને ઇજા પોહચતા તેમને તાત્કાલિક સારવાર માટે હળવદ અને ધાંગધ્રા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી

મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો ટેન્કરે ઇકો કારને ટક્કર મારતા એસટી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતની અંદર ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોતની જીવ હતું જ્યારે બહારથી વધારે લોકો આ અકસ્માતમાં ઇજાઓ પામ્યા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હળવદ અને ધાંગધ્રા ની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી સમગ્ર મામલાની જાણ હળવદ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

