વિધાન સભા ચુટણી જાહેર થવાની સાથે વિવિધ રાજકીય પક્ષ તેમજ ધારાસભ્ય બનાવના સપના જોતા મુરતિયાઓ મેદાનમાં આવવા લાગ્યા છે જિલ્લા ચુંટણી શાખા દ્વારા તા 5 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદથી ઉમેદવારો દ્ફોવારા ર્મ ઉપાડવાની ગતિવિધિ શરુ થઇ ગઈ છે બુધવારે મોરબી જિલ્લાની કુલ ત્રણ વિધાનસભા બેઠકો માટે વધુ 31 લોકોએ 33 ફોર્મ ઉપાડી ગયા હતા. વિધાનસભા સીટ મુજબ જોઈએ બુધવારે તો 16લોકોએ 16 ફોર્મ ઉપાડ્યા હતા તો ટંકારા બેઠક માટે 2 લોકોએ 2 ફોર્મ ઉપડ્યા હતા તો વાંકાનેર બેઠકમાં 13લોકોએ 15 ફોર્મ ઉપાડ્યા હતા. આજ દિન સુધીમાં ત્રણેય બેઠકો પર 117 લોકો કુલ 141 ફોર્મ મેળવ્યા છે જોકે આજ દિન સુધીમાં માત્ર. વાંકાનેર બેઠકમાં 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે.

