રાજ્યના સ્ટેટ અને નેશનલ હાઈવે પર વાહન અકસ્માતના બનાવ દિન પ્રતીદિન વધી રહ્યા છે ખાસ કરીને રાત્રીના અને વહેલી સવારે વાહન ચાલકને ઝોકું આવી જવાથી અનેક જીવલેણ અકસ્માત થતા હોય છે ત્યારે આવી જ એક ઘટના આજે રાજકોટ અમદાવાદના બામણબોર પાસે વધુ એક અકસ્માતની ઘટના બની હતી બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણ બોર પાસે ખાનગી ટ્રાવેલ્સ એજન્સીની બસ અચાનક બેકાબુ બની હતી અને આ બસ રસ્તા પરથી નીચે ખાડામાં ઉતરી ગઈ હતી બનાવમાં 15 મુસાફરોને સામાન્યથી લઇ ગંભીર ઇજા પહોચી હતી બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

