ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના ભોગ લેવાયા બાદ ઓરેવા ગૃપની સાથે સાથે પાલિકા તંત્ર પણ નિશાનમાં આવી ચુકી છે શહેરી વિકાસ વિભાગ દ્વારા ચીફ ઓફિસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા બાદ હવે પાલિકાના હોદેદારો પર પણ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટના અંગે મોરબી નગરપાલીકાના સતાધીશો એ પણ સતાનો દુરઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ મોરબીની એક મહિલા અરજદારે કર્યો છે .આ અંગે તેણે શહેરી વિકાસ વિભાગના સચિવને પત્ર લખી જણાવ્યુ હતું કે જેતર માં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી જીલ્લા ની વાંકાનેર નગરપાલીકા પાલીકા ના સતાધીશો એ સતા નો દુરઉપયોગ કર્યો છે તે કારણ આપી વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરવા માં આવી છે. તો જુલતા પુલ અંગે મોરબી નગરપાલીકા ના સતાધીશો એ પણ સતા નો દુરઉપયોગ કર્યો છે. કાયદાની કલમો નુ ઉલંઘન કર્યુ છે તેમજ ફરજ માં બેદરકારી દાખવી છે વગેરે બાબત જગજાહેર છે તો મોરબી નગરપાલીકા શા માટે સુપરસીડ ન થઈ શકે? એક જ જીલ્લા ની બે નગરપાલીકા માટે શું અલગ અલગ નિયમો છે? વાંકાનેરમાં તો કોઈ દુર્ઘટના પણ ઘટી નથી જ્યારે મોરબી માં 135 લોકોના જીવ ગયા છે જેમા નાના બાળકો પણ બહોળી સંખ્યા માં છે. આ દુર્ઘટના બાબતે માત્ર પાલીકા ના સતાધીશો જ નહીં પરંતુ ૫૨(બાવન) એ 52 કાઉન્સીલર્સ પણ જવાબદાર છે કેમ કે તેમણે પણ પાલીકાના સતાધીશોએ કરે સતાના દુરઉપયોગ સામે અવાજ ન ઉઠાવ્યો કે વિરોધ ન દર્શાવ્યો.
જેથી તમામ સભ્યોને આ આ માટે ગેરલાયક ઠેરવી તાત્કાલીક ધોરણે મોરબી નગરપાલીકા ને નિયમ મુજબ નોટીસ પાઠવી સુપરસીડ કરવા માં આવે. તેમજ જવાબદાર સતાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવે તેવી માગ પણ મહિલા અરજદાર અલ્પાબેન કક્કડે કરી છે

