મોરબી જીલ્લામાં દિવાળી પર્વ દરમિયાન અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક નાટક ભજવવાની વર્ષો જૂની પારંપરા હજુ પણ યથવાત જોવા મળી રહી છે તહેવાર દરમિયાન યોજાતા આ નાટકમાં ગાયોના લાભાર્થે લોકો મન મુકીને દાન આપતા હોય છે તો ઐતિહાસિક વારસો સચવાઈ રહે તે માટે લોકો મોટી સંખ્યામાં તેનો આનંદ લેવા આવી પહોચતા હોય છે ત્યારે આગામી 2 નવેમ્બરના રોજ રાત્રે 9 :30 દરમીયાન પટેલ સમાજવાડી અણીયારી ગામ ખાતે પીઠડ ગામનું પ્રસિદ્ધ રામા મંડળ દ્વારા રામદેવપીરના પ્રગટ્ય પરચા રજુ કરતું રામા મંડળ ભજવશે આ મંડળમાં લોકોને લ્હાવો લેવા ગામના આગેવાન બચુભાઈ ખીમજીભાઈ વરસડા અને વિરેન્દ્રભાઈ બચુભાઈ વરસડાએ નિમંત્રણ પાઠવ્યું છે.

