મોરબીના શનાળા રોડ પર આવેલા મોબાઈલ વર્લ્ડ નામની શોપમાં એક ગઠીયો ગ્રાહકના સ્વાંગમાં આવી ચઢયો હતો અને અજય વાસુદેવ જેઠવાની માલીકીની દુકાનમાં ફોન ૧૨ પ્રો મેક્ષ ૧૨૮ નો સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ગ્રે કલરનો સને ર૦૨૦ ના મોડલનો કિ.રૂ ૫૫,૦૦૦/-વાળો મોબાઈલ ફોન કાઉન્ટરમાં વેચાણ અર્થે રાખેલ ત્યાંથી ફરિયાદીની તથા તેમના માણસોની નજર ચુકવી ગઠીયો ચોરી કરી ફરાર થઈ ગ્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

