મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા ખાખરેચી ચોકડી પાસે ગુરુવારે બપોરના સમયે અચાનક એક એસટી બસ આગળ એકપાણી ભરીને જઈ રહેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઈ હતી અક્સમાત એટલો ગંભીર હતો કે ટેન્કર ડિવાઈડર પર ચઢી ગયો હતો તો એસટી બસની ડ્રાઈવર સીટ તરફનો ભાગ મોંટા પાયે ડેમેજ થયો હતો તો આ ઘટનામાં બસ ચાલક સહીત 11 લોકોને ઈજા પહોચી હતી ઘટનાની જાણ થતા જેતપર અને માળિયા લોકેશનની ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને જેતપર સીએચસી સારવાર અર્થે ખસેડ્યા હતા જયારે ડ્રાઈવરને વધુ ઈજા પહોચતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જે બાદ માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી રસ્તો ક્લીયર કરાવ્યો હતો જયારે મોરબી તાલુકા પોલીસની ટીમે પણ ઈજાગ્રસ્ત લોકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રત્યક્ષ દર્શીના જણાવ્યા મુજબ ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા એસટી બેકાબુ બની હતી જોકે સાચી હકીકત બસ ચાલકની ફરીયાદ બાદ જ સામે આવે તેવી શક્યતા છે.

