મોરબીમાં.મોટા પાયે પ્રોપેન ગેસની ચોરીનું કૌભાંડ વધી રહ્યું છે ત્યારે આજે ફરી એકવાર પોલીસે નાગડાવાસ નજીક પ્રોપેન ગેસનું કૌભાંડ પકડી પડયું હતું અને ગેસ ચોરી કરતા બે કાર ચાલક, 1 બાઈક ચાલક અને ટેન્કરચાલકને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 29.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબીના સીરામીક ઉધોગકારો જેમ જેમ પ્રોપેન ગેસના વપરાશ તરફ વળી રહ્યા છે તેમ તેમ હવે ગેસ તસ્કરો ગેરકાયદે વેચાણ થતા હોવાની ઘટના વધી છે ત્યારે પોલીસે થોડા દિવસો પહેલા કૌભાંડ પકડ્યા બાદ બીજી વાર પ્રોપેન ગેસનું ગેરકાયદેસર કટીંગનું કૌભાંડ પકડી પાડ્યો હતો. મોરબીના નાગડાવાસ નજીક ગેરકાયદે પ્રોપેન ગેસનું કટીંગ થતી હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી.નાગડાવાસ નજીક નેશનલ હાઇવે પર સર્વિસ રોડ ગાડી ઉભી રાખી ચેક કરતા જીજે 12 ઝેડ 9815 નમ્બરના ટેન્કરમાંથી પ્રોપેન ગેસનું ગેરકાયદે કટીંગ થતું પકડી પાડર્યું હતું.પોલીસે સ્થળ પરથી ગેસ કટીંગ કરતા જીજે 12 ઝેડ 9815 નમ્બરના કન્ટનેર ચાલક,જીજી 3 એવી 4709નમ્બરની કારચાલક,જીજે 3 એસ 8611 નમ્બરની બાઇક ચાલક મળી 4 શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આ બનાવ બાદ પોલીસે 10.32 લાખની કિંમતના 14.52મેટ્રિક ટન પ્રોપેન ગેસ, 70 સિલિન્ડર, બે કાર. અને એક બાઈક સહિત કુલ રૂ.29.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

