ભારતીય દવા કંપની કફ સિરપ પીવાથી આફ્રીકી દેશ ગાંબિયામાં 66 બાળકોના મોતના આરોપો વચ્ચે દેશમાં વધુ કેટલીક કંપનીઓના સેમ્પલ ફેલ થઈ ગયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે લગભગ 45 દવાઓના સેમ્પલ નબળી ગુણવત્તાના હોવાનું જાણવા મળ્યું છે. ફેલ થયેલા સેમ્પલમાંથી 13 હિમાચલ પ્રદેશમાં સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટના છે. જે દવાઓના સેમ્પલ નિષ્ફળ ગયા છે તેમાં પેરાસિટામોલ પણ સામેલ છે. જે ખૂબ જ વપરાશમાં લેવાય છે અને સામાન્ય છે.
વર્ષે મે મહિનામાં આસિસ્ટન્ટ ડ્રગ્સ કંટ્રોલર એન્ડ લાયસન્સિંગ ઓથોરિટી નવી દિલ્હીએ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ સામે તપાસ શરૂ કરી હતી અને તેની એક દવા Telmisartanને ગ્રગ્સ એન્ડ કોસમેટિક એક્ટ 140ની ધારા 17B (E) હેઠળ શંકાસ્પદ જણાવી હતી. મોહાલી સ્થિત દવા કંપનીના Ofloxacin અને Ornidazole એન્ટિબાયોટિક સેમ્પલ પણ ટેસ્ટમાં ફેલ થયા છે.ચંદીગઢ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા નિર્મિત એન્ટિબાયોટિક Gentamicin injection બેક્ટેરિયલ એન્ડોટોક્સિન અને સ્ટરિલિટી ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તાજેતરમાં જ હિમાચલમાં કાલા એમબીની નિક્સી લેબોરેટરીઝ તપાસ હેઠળ આવી હતી કારણ કે, તેની એક દવા anaesthesia Propofol ગુણવત્તા તપાસમાં ફેલ થઈ ગઈ હતી. પાંચ દર્દીઓના મૃત્યુ બાદ ચંદીગઢ પીજીઆઈએમઈઆર ખાતેના ઈમરજન્સી વોર્ડમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ તમામ દર્દીઓને સર્જરી પહેલા આ બેહોશીની દવા આપવામાં આવી હતી. હિમાચલની ફાર્માસ્યુટિકલ કંપનીને આ બેચની તમામ દવાઓ પાછી લેવા માટે કહેવામાં આવ્યું હતું.

