HomeGujaratદિવાળીને લઈને ભાવનગર-બોટાદના મુસાફરોને સુરત માટે ફાળવાશે 125 વધારાની બસો

દિવાળીને લઈને ભાવનગર-બોટાદના મુસાફરોને સુરત માટે ફાળવાશે 125 વધારાની બસો

દિવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ મહત્તમ પ્રવાસ કરતાં હોઈ છે. ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે તા.20 થી 22 ઓક્ટોમ્બર દરમ્યાન સુરત માટે 125 એકસ્ટ્રા બસો ફળવવામાં આવી છે. જેનું બૂકીંગ આઠ ડેપોમાંથી એડવાન્સમા કરીને લાભ લઈ શકાશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા. 20 થી 22 ઓક્ટોમ્બર દરમ્યાન સુરત માટે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ડેપો ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, ગઢડા, બોટાદ અને બરવાળાથી સુરત માટે આવતા જતાં બન્ને તરફ એસ. ટી. બસોનો લાભ લઈ શકાશે.

આ બસોને ટ્રાફીકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ તરફ સંચાલન કરવામાં આવશે. જે ઓન લાઇન બુકિંગ પણ થશે. વધુમાં 50 જેટલા મુસાફરો એક સાથે ગ્રુપ બુકિંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તારથી એસ. ટી. બસોની ફળવણી કરવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસ. ટી. ભાવનગર એમ ડી. શુક્લની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW