રાજ્ય સરકારે 2 હજાર 600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે આવતીકાલે 11 ઓકોતબરે આ ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ધોરણ 1 થી 5 માં 1000 અને ધોરણ 6 થી 8 માં 1600 એમ કુલ 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
ધોરણ 1 થી 5 માં ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે.આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

