HomeGujaratમોદી એ સોલાર વિલેજનું લોકાર્પણ કર્યું

મોદી એ સોલાર વિલેજનું લોકાર્પણ કર્યું

અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા. 3 દિવસીય પ્રવાસના પહેલા દિવસે તેઓ મહેસાણાના પ્રવાસે ગયા હતા.

આજે શરદપૂર્ણિમાના અવસર મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે યાદગાર બની રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લામાં 3092 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને નાગરિકોને ઐતિહાસિક વિકાસકામોની ભેટ આપી હતી. દેલવાડામાં વડાપ્રધાનએ રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે, આજે આપણે ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં છીએ.

તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન કર્યા. મોઢેશ્વરી માતાના દર્શન કરી તેમણે પૂજા-અર્ચના કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW