HomeGujaratમોરબીનો ઘડિયાળ ઉદ્યોગ મંદીના મારમાં દબાયો, દિવાળીની ડીમાન્ડ ન નીકળતા ઉધોગકારો ચિંતિત

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ મંદીના મારમાં દબાયો, દિવાળીની ડીમાન્ડ ન નીકળતા ઉધોગકારો ચિંતિત

મોરબી : છેલ્લા 5 દાયકા કરતા પણ વધારે સમયથી ઘડિયાળનું ઉત્પાદન કરી વિશ્વભરમાં ઘડિયાળ ઉદ્યોગમાં નામના મેળવી છે જોકે મોરબીનો આ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે. નોટબંધી, જીએસટી કોરોના સહિતની અનેક આફતોમાં આ ઉદ્યોગને ગંભીર અસર પહોચી છે. દરેક આફતમાં ઉદ્યોગકારો એવું વિચારીને નુકશાન સહન કરે છે કે આ વર્ષ નબળું છે આવતું વર્ષ સારું જશે પરંતુ દર વર્ષે સ્થિતિ કથળતી જઈ રહી છે આ વર્ષે સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ચુકી છે કે જયારે આ ઉધોગની સૌથી સારી સીઝન તરીકે ગણવામાં આવતા જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયમાં પણ હાલ ડીમાન્ડ તળીયે છે .

મોરબીના ઉધોગકારોના મતે જ્ન્માસષ્ટમી થી દિવાળી સુધી તેમના ઉદ્યોગમાં દર રેગ્યુલર સિઝનમાં સૌથી વધુ ડીમાન્ડ રહેતી હતી ભૂતકાળમાં એવા દિવસો હતા કે સપ્તાહના તમામ દિવસ કામ કરવા છતા સમયસર ઓર્ડર પુરા થઇ શકતા ન હતા અને કારીગરોને રાત્રે બોલાવી ઓર્ડર પુરા કરાવતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ ડીમાન્ડ પ્રતિવર્ષ ઘટી હતી. આ ડીમાન્ડ એટલી બધી ઘટી ગઈ કે હવે સ્થિતિ ખરાબ છે કે તેઓને એક્સ્ટ્રા ઓર્ડર તો દુર રેગ્યુલર ડીમાન્ડ પણ ઘટી જતા સપ્તાહમાં 2થી 3 દિવસ ન છૂટકે ઉદ્યોગ બંધ રાખવો પડી રહ્યો છે.ઉધોગકારોના મતે જો સ્થિતિ આવી રહેશે તો તેમણે આ ઉધોગ ટકાવવો પણ મુશ્કેલ થઈ પડશે
ઉધોગકારો દિવાળી બાદ નવી સીઝન નીકળવાની રાહ જોઈ રહ્યા છે તેઓના મતે લોકો રેગ્યુલર વપરાશ માં ઘડિયાળ કે ગીફ્ટ આર્ટીકલ લેતા નથી લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગમાં ભેટ આપવા ખરીદી કરતા હોય છે. દિવાળી બાદ ફરી લગ્ન સીઝન ખુલે અને ફરીથી ડીમાન્ડ નીકળે તો તેમના આ ઉધોગને નવો વેગ મળી શકે તેમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW