HomeNationalમોંઘવારીનો વધુ એક માર, દિવાળી પહેલા CNG ના ભાવ વધ્યા

મોંઘવારીનો વધુ એક માર, દિવાળી પહેલા CNG ના ભાવ વધ્યા

દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. IGL દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલા દરો શનિવારથી લાગુ થશે. રાજધાની દિલ્હીમાં CNG ની કિંમત 75.61 રૂપિયાથી વધારીને 78.61 રૂપિયા કરવામાં આવી છે જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા કરવામાં આવી છે.

CNG ના ભાવમાં વધારો, શું થશે અસર ?

અન્ય સ્થળોની વાત કરીએ તો ગુરુગ્રામમાં CNG ની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. ભાવ વધતાની સાથે જ હવે તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર થવાની છે. Ola-Uber જેવી સેવાઓ પણ વધુ ચાર્જ લેશે જયારે જેઓ દરરોજ ઓટોમાં મુસાફરી કરે છે, તેઓએ પણ તેમના ખિસ્સા ઢીલા કરવા પડશે કારણ કે પરિવહન ખર્ચ વધશે. આવી સ્થિતિમાં ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ગેસના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. આવી સ્થિતિમાં નિષ્ણાંતો અગાઉથી આગાહી કરી રહ્યા હતા કે સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો વધારો થશે. હવે આ દિશામાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે, આગામી દિવસોમાં આ આંકડો વધુ મોટો થઈ શકે છે.

કેમ વધ્યા ભાવ, શું છે કારણો ?

સરકારે ગયા અઠવાડિયે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવામાં આવતા દરને વર્તમાન $ 6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) થી વધારીને $ 8.57 પ્રતિ યુનિટ કર્યો છે. આ સિવાય મુશ્કેલ ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતા ગેસની કિંમત બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ $ 9.92 થી વધારીને $ 12.6 કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઉછાળો આવે તેવા સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા.

મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધારો !

નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે કે, સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને આ મોંઘવારીમાંથી અત્યારે રાહત મળી રહી નથી.તો બીજી તરફ, અહેવાલમાં કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસના ભાવમાં એક વર્ષમાં લગભગ 5 ગણો વધારો થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW