HomeGujaratમોરબીની શાન સમા ઝુલતા પુલની કામગીરી પૂર્ણતાને આરે, દિવાળી બાદ શરુ થાય...

મોરબીની શાન સમા ઝુલતા પુલની કામગીરી પૂર્ણતાને આરે, દિવાળી બાદ શરુ થાય તેવી સંભાવના

મોરબીની ઐતિહાસિક ધરોહર અને સૌરાષ્ટ્રની શાન સમાં ઝૂલતા પુલની હાલ કાયપાલટની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 6 મહિનાથી ચાલતી આ કામગીરી આજ દિન.સુધીમાં 90 ટકા કરતા પણ વધુ પૂર્ણ થઈ જતા આગામી દિવાળી બાદ આખો ઝૂલતા પુલ નવા રૂપરંગ સાથે મોરબી વાસીઓને મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રની શાન સમાં ઝૂલતો પુલનું મેનન્ટન્સ અને સંચાલન 10 વર્ષ પહેલાં અજંતા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું જે બાદ તેમણે મેન્ટેન્સ કરી તેનું સંચાલન કર્યું હતું જે બાદ તેનો કોંન્ટ્રાક્ટ પૂર્ણ થતાં અજંતા ગ્રુપ દ્વારા આ બ્રિજ ફરી પાલિકાને પરત આપવા લેખિત જાણ કરી હતી જોકે પાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ બ્રિજનું સંચાલન સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી ઝૂલતા પુલની હાલત અત્યંત ખરાબ હોય અને કોઈ પણ સમયે દુર્ઘટના થવાની ભીતિ સેવાતા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસર થી આવન જાવન બંધ કરી દીધી હતી.

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રની શાન સમાં આ મોરબીની મચ્છુ નદી પરના ઝૂલતા પુલને લોકો નિહાળવા અને તેમાં ચાલવા ઈચ્છતા હતા પરંતુ જર્જરિત બ્રિજને કારણે લોકોની આશા અધૂરી રહેતી હતી શહેરની ધરોહર આ રીતે નાશ થતા જોઈ અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા ફરી એકવાર ઝૂલતા પુલનું રીનોવેશન કરવાની જવાબદારી ઉઠાવી હતી અને છેલ્લા 6 મહિનાથી ઝૂલતા પુલનુ સંપૂર્ણપણે રીનોવેશન કામગીરી શરૂ કર્યું હતું..આધુનિક સાધનો અને ઈજનેર તેમજ ટેક્નિકલ ટીમ થકી આખા ઝૂલતા પુલને હાલ નવી સકલ સૂરત આપવા આખી ટીમ મથી રહી છે. હાલ આ પુલની 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને ટીમ દ્વારા આગામી દિવસોમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને દિવાળી બાદ ફરી એકવાર નવા રંગ રૂપમાં ઝૂલતા પુલની ભેટ મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW