HomeGujaratમોરબી : સિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં પતિ તરીકે સાથે રહેતા નરાધમે મહિલાની પાંચ...

મોરબી : સિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં પતિ તરીકે સાથે રહેતા નરાધમે મહિલાની પાંચ વર્ષીય દીકરીને પીંખી નાખી

મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા સિરામિક ઝોનની એક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના શખ્સ 26 વર્ષીય મહિલા સાથે તેના પતિ તરીકે રહેતો હતો. બન્ને એક સાથે લાંબા સમયથી રહેતા હોવાથી મહિલા તેની અગાઉના ઘરની બન્ને દીકરીઓ તેના ભરોસે મૂકીને જતી હતી. જોકે, આ નરાધમેં મહિલા સાથે વિશ્વાસ ઘાત કરી તેની 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને નાની ફૂલ જેવી બાળકીને તેના હવસની ભૂખમાં પીંખી નાખી હતી બાળકીને આરોપીની કરતુતથી શરીરમાં અસહ્ય દુખાવો થતા તેણે ઘટનાની માતાને જાણ કરતા મહિલા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ બની હતી ઘટના બાદ મહિલાએ આરોપી શખ્સ વિરુદ્દ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે આઈપીસી 376 તેમજ પોક્સો એક્ટ હેઠળ અલગ અગલ કલમ અંતર્ગત ગુન્હો નોધ્યો હતો બનાવ અંગે પોલીસ મથકના પી આઈ કે એ વાળાએ તપાસ હાથ ધરી તાત્કાલીક બાળકીનું મેડીકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી હતી તેમજ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW