મુસ્લિમનો પવિત્ર તહેવાર ઈદ નજીક આવતો હોય મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે ઈદ તહેવારની ઉજવણી દરમિયાન શાંતિ અને સોહાર્દ જળવાઈ તે માટે જિલ્લા પોલીસની ટીમ દ્વારા શાંતિ સમિતિ સાથે જોડાયેલ સભ્યો સાથે બેઠક કરી પરસ્થિતિ વણસે નહી તે માટે જરૂરી સુચના આપતા હોય છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ વી પટેલની આગેવાની માં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરી ઈદ ઉજવણીને લઇ સમીક્ષા કરી હતી આ બેઠકમાં મુસ્લિમ સમાજના ઇકબાલ ઈબ્રાહીમભાઈ,હબીબ હાજી મુબારક,હારુન અનવરભાઈ,મહમદ હુશેન ઈબ્રાહીમભાઈ ,મહમદભાઈ ઉસમાનભાઈ, ઇરફાનભાઈ મહમદ ભાઈ,ફિરોઝ અહમદભાઈ,ઈબ્રાહીમ રહેમાનભાઈ સહિતના હાજર રહ્યા હતા.

