16 ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા માટે રવાના થઈ ચૂકી છે. રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમ 15 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનવાના સ્વપ્ન સાથે ઑસ્ટ્રેલિયા માટે નીકળી છે.
2007માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે પહેલો ટી-20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદથી ટીમને બીજા વર્લ્ડકપનો ઈન્તેજાર છે.
વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન
વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક,હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, દીપક હુડ્ડા

