કેલિફોર્નિયામાં મર્સિડ કાઉન્ટીમાંથી 3 ઓક્ટોબરે અપહરણ કરાયેલા ચાર ભારતીય મૂળના લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. મર્સિડ કાઉન્ટીના શેરિફ વર્ન વોર્નકેના જણાવ્યા અનુસાર, આ ચાર લોકોના મૃતદેહ ઇન્ડિયાના અને હચિન્સન રોડ નજીકના એક બગીચામાંથી મળી આવ્યા હતા.
શેરિફે કહ્યું, “અમારા સૌથી ખરાબ ભયની પુષ્ટિ થઈ છે. અમને અપહરણમાંથી ચાર લોકો મળી આવ્યા હતા અને તેઓ હકીકતમાં મૃત્યુ પામ્યા હતા.” તેમણે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આ ઘટનાના ગુસ્સા અને સંવેદનાને વર્ણવવા માટે શબ્દો નથી.સત્તાવાળાઓએ 8 મહિનાની બાળકી સહિત મર્સિડના પરિવારના સભ્યોનું અપહરણ કરનાર વ્યક્તિનો સર્વેલન્સ વીડિયો બતાવ્યો હતો. સધર્ન કેલિફોર્નિયાના સ્થાનિક ન્યૂઝ પોર્ટલ ABC7 ન્યૂઝ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

