HomeNationalDRI એ મુંબઈ એરપોર્ટ પરથી 100 કરોડથી વધુની કિંમતનું 16 કિલો હેરોઈન...

DRI એ મુંબઈ એરપોર્ટ પરથી 100 કરોડથી વધુની કિંમતનું 16 કિલો હેરોઈન જપ્ત કર્યું

મુંબઈ : ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંબઈ એરપોર્ટ પરથી રૂ. 100 કરોડથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે અને ઘાનાના એક મુસાફર તથા એક મહિલાની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ આજે ​​જણાવ્યું હતું. આ કેસમાં DRI ની ફોલો-અપ કાર્યવાહીના ભાગરૂપે ઘાનાની મહિલાની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ડીઆરઆઈના મુંબઈ યુનિટને મંગળવારે ચોક્કસ બાતમી મળી હતી કે, આફ્રિકન દેશ માલાવીથી મુંબઈ થઈને કતાર જઈ રહેલો એક મુસાફર દેશમાં નાર્કોટિક ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જે બાતમીને આધારે DRI અધિકારીઓની એક સર્વેલન્સ અને ટ્રેકિંગ ટીમ એરપોર્ટ પર ગોઠવવામાં આવી હતી અને એક શંકાસ્પદ મુસાફરને અટકાવવામાં આવ્યો હતો. તેના સામાનની તપાસ દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓને 16 કિલો હેરોઈન મળી આવ્યું હતું જે ટ્રોલી બેગમાં બનાવેલા પોલાણમાં છુપાવવામાં આવ્યું હતું.

જપ્ત કરાયેલ હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 100 કરોડથી વધુ છે. આ કેસમાં મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટ દ્વારા તેને DRI કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા ઘાનાની મહિલા નાગરિકની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે ડ્રગની ડિલિવરી લેવા આવી હતી. તેને દિલ્હીની અદાલત દ્વારા મંજૂર કરાયેલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવી છે અને વધુમાં આ કેસની તપાસ ચાલી રહી છે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW