HomeNationalInter Nationalથાઈલેન્ડના ચાઈલ્ડ કેર સેન્ટરમાં ગોળીબાર : 22 બાળક સહિત 34 ના મોત

થાઈલેન્ડના ચાઈલ્ડ કેર સેન્ટરમાં ગોળીબાર : 22 બાળક સહિત 34 ના મોત

હુમલાખોર પૂર્વ પોલીસકર્મીએ પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી

ગુરુવારે થાઈલેન્ડમાં એક ભૂતપૂર્વ પોલીસકર્મીએ ​​​​એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુૂધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 22 બાળક સહિત 34 લોકોનાં મોત થયાં છે. આ ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી. અહેવાલો અનુસાર, હુમલાખોર પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબ (ઉં.વ. 34) હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા તેની પત્ની અને બાળકની પણ હત્યા કરી હતી. આ ઘટનાથી થાઈલેન્ડના લોકો ગભરાટમાં છે.

34 લોકોના મૃત્યુનું કારણ બનેલ ભૂતપૂર્વ પોલીસકર્મીને ડ્રગ કેસમાં નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ઓફિસર ઝિડાપા બૂન્સમે રોઇટર્સને જણાવ્યું કે, જ્યારે બંદૂકધારી ડેકેરમાં આવ્યો ત્યારે બપોરના ભોજનનો સમય હતો અને લગભગ 20 બાળકો કેન્દ્રમાં હતા. આ વ્યક્તિએ અગાઉ આઠ મહિનાની ગર્ભવતી શિક્ષક સહિત ચાર કે પાંચ કર્મચારીઓને ગોળી મારી હતી. પહેલા લોકોને લાગ્યું કે આ ફટાકડા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં નોંગ બુઆ લામ્ફુના ઉત્તરપૂર્વ પ્રાંતના ઉથાઈ સાવન શહેરની મધ્યમાં લોહીથી લથપથ બાળકોના મૃતદેહને ઢાંકતી ચાદર બતાવવામાં આવી છે. રોઇટર્સ હજુ સુધી આ વીડિયોને પ્રમાણિત કરી શકતા નથી. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે શૂટર માટે શોધ ચાલુ છે અને સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને તમામ એજન્સીઓને ગુનેગારને પકડવા માટે ચેતવણી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW