મોરબીમાં ચોરી હત્યા અને લૂંટના બનાવમાં ઘટાડો આવ્યો હોવાનો દાવો રેન્જ આઈજી સંદિપ સીંગ દ્વારા કરવામાં આવ્યો હતો જોકે આ દાવો કેટલો સાચો છે ખુદ પોલીસ પણ જાણે છે.જિલ્લામાં હત્યા અને ચોરીનો બનાવ સતત વધી રહ્યા છે ત્યારે મોરબીમાં વધુ એક ચોરીની ઘટના બની હતી જેમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શિવ મંડપ સર્વિસના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનના શટરના તાળાં તોડી પ્રવેશ કરી રૂ.1,68,750નો મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે ગોડાઉનના માલિક પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપરિયાએ અજાણ્યાં શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

