આગામી દિવસોમાં ખાદ્યતેલ અને સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કારણ કે સરકારે આ પખવાડિયામાં ખાદ્યતેલ, સોના અને ચાંદીની મૂળભૂત આયાત કિંમતોમાં ઘટાડો કર્યો છે. સરકારે છેલ્લા પખવાડિયાના સંદર્ભમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે વૈશ્વિક બજાર ભાવમાં સુધારો જોવા મળ્યો છે.મનીકંટ્રોલના અહેવાલ મુજબ, ભારત સરકારે શુક્રવારે મોડી રાત્રે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.
મોટો ઘટાડો: આ રિપોર્ટ અનુસાર, સરકારે ક્રૂડ પામ ઓઈલની બેઝ પ્રાઇસ 996 ડોલર પ્રતિ ટનથી ઘટાડીને 937 ડોલર કરી દીધી છે. આ પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પામ ઓઈલની બેઝ પ્રાઈસમાં ઘટાડાથી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જણાવી દઈએ કે આના આધારે એ ગણતરી કરવામાં આવે છે કે આયાતકારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે.

