મોરબી શહેરના વોર્ડ 9 વિસ્તારમાં આવતા નાની કેનાલ નજીક મુન નગર થી ઓમ પાર્ક સુધીનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં થઇ ગયો છે અહીથી દરરોજ મોટી સંખ્યમાં વાહન ચાલક પસાર થાય છે પરંતુ રોડની હાલત એટલી હદે દયનીય છે કે ત્યાંથી વાહન લઈને તો દુર ચાલીને પણ નીકળવું મુશકેલ છે. સીસી રોડ ધોવાઇ જતા હાલ માત્ર ચામડી વિનાના હાડ પિંજર વધ્યું હોય તેમ સિમેન્ટ કપચી ઉખડી જતા ઠેર ઠેર માત્ર સળિયા j બચ્યા છે અનેક સ્થળે મસ મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ વિસ્તારમાં આ ઉપરાંત મૂન નગર થી ઓમ પાર્ક સુધીના રોડ પર ખુબ ઓછા અંતરે અનેક બમ્પ ખડકી દેવાયા છે જેંના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનોસામનો કરી રહ્યા છે આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલ ખુલ્લા કોમન પ્લોટ તેમજ ખુલ્લી જગ્યામાં વરસાદહજુ પણ વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ત્યાં મચ્છરો નો ઉપદ્રવ પણ વધ્યો છે અને તેના કારણે આ વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યું જેવી બીમારી થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકા આ વિસ્તારની સમસ્યા બાબતે અગાઉ 27 મી જુલાઈ ના રોજ આ વિસ્તારના સ્થાનિક મેહુલ ગાંભવા દ્વારા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાલિકા દ્વારા એક પણ સમસ્યા ઉકેલ માટે પહોચી નથી લોકો પાસેથી સમયસર વેરા ઉઘ્રરાવી લેતી પાલિકા કામગીરી કરવામાં પાછી પાની કરતા સ્થાનીકોમાં રોષની લાગણી જોવા મળી છે.

