વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ શાંતિ નગર વિસ્તારમા રહેતા કોમલબેન સંજયભાઇ રંગપરા નામની 22 વર્ષીય પરણીતા તેના ઘરે ઇલેક્ટ્રિક મોટરથી પાણી ભરી રહ્યા હતા તે દરમિયાન આકસ્મિક રીતે વીજ શોક લાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ કોમલબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા તેનું મોત થયાનું જાહેર કર્યું હતું બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં લગ્ન ગાળો -૪ વર્ષનો હતો અને સંતાનમાં ૩ વર્ષની દીકરી-૧ તથા નવ માસ નો દીકરો હોવાનું સામે આવ્યું છે. ઇલેક્ટ્રિક મોટરના વપરાશ વખતે બનેલી આકસ્મિક ઘટનાથી બે નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો

