HomeGujaratવિપુલ સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં, વિવાદ

વિપુલ સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં, વિવાદ

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા સરકારી ક્ષેત્રના અગ્રણી વિપુલભાઈ ચૌધરી સામે ષડયંત્ર ઘડાયું હોવાનો દાવો કરાયો છે. કેટલાક નેતાઓ પક્ષને અને સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો દાવો કરતાં અર્બુદા સેનાએ જણાવ્યું હતું કે, દૂધસાગર ડેરીમાં બે ટીમ દ્વારા ઓડિટ કરાયું હતું, જેમાં 28 મુદ્દા લેવાયા હતા.

વિપુલભાઈનું કઈ રીતે કહેવાય તેવો સવાલ સેનાએ પૂછ્યો હતો. કૂલરની ખરીદી માટે સરકારે સીધી ગામની દૂધ ડેરીને ગ્રાન્ટ આપી હતી અને તેમાં દૂધસાગર ડેરી માત્ર માધ્યમ હતી. જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન મુજબ, ડેરીનો કારોબાર વધારવા બાંધકામ કરાયા હતા અને તમામ બાંધકામ સ્થળ પર જોઈ શકાય છે. અગાઉના ઓડિટમાં ક્યારેય નોટિસ સુદ્ધાં આવી નથી ત્યારે વર્ષો જૂના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા હોવાનો દાવો કરાયો હતો.

ફરિયાદમાં કરોડોનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે, પરંતુ ચાર કંપનીમાં દૂધસાગર ડેરી તથા એના કોઈ વેન્ડર (કોન્ટ્રાકટર) મારફતે કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર થયો નથી અને ફરિયાદમાં કોઈ આક્ષેપ થયો નથી. જે દર્શાવે છે કે, ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે. અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું હતું કે, 1995માં વિધાનસભાની ચૂંટણીમાં 400 જેટલા ઉમેદવારો હતો. તેમાં સૌથી વધુ ગર્ભશ્રીમંત તરીકે વિપુલભાઈ ચૌધરીએ પોતાની આવક જાહેર કરી હતી. તે વખતે ચારથી પાંચ લાખની રકમ બતાવનાર ધારાસભ્યો આજે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરીને બેઠા છે.

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ ઉગ્ર લડત આપવાનું એલાન કર્યું છે. સહકારી સંસ્થામાં લેવાતા દરેક નિર્ણયને સરકારનો રજિસ્ટર વિભાગ અટકાવી શકે છે. પરંતુ, વિપુલભાઈએ લીધેલા કોઈ નિર્ણયને રદ કરાયો ન હતો. વિપુલભાઈનો દીકરો પવન અમેરિકામાં રહે છે અને તેણે મકાન ખરીદ્યું છે. પવન હાઉસિંગ લોનના હપ્તા ભરી રહ્યો છે ત્યારે નવ કરોડનું આ મકાન વિપુલભાઈનું કઈ રીતે કહેવાય તેવો સવાલ સેનાએ પૂછ્યો હતો. કૂલરની ખરીદી માટે સરકારે સીધી ગામની દૂધ ડેરીને ગ્રાન્ટ આપી હતી અને તેમાં દૂધસાગર ડેરી માત્ર માધ્યમ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW