HomeGujaratજમીન મામલે બે જૂથ બાખડયા, 3 વ્યક્તિના મોત

જમીન મામલે બે જૂથ બાખડયા, 3 વ્યક્તિના મોત

બનાસકાંઠામાં જમીન મામલે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. લોહિયાળ જંગમાં બે વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે. જો કે, બાદમાં વધુ એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. આ ઘર્ષણમાં અન્ય 6 જેટલા લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મામલો થાળે પાડીને સ્થિતિ વધુ ન વણસે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પક્ષો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. ગૌચરની જમીન પ્રશ્ને બંને જૂથ સામ સામે આવી ગયા હતા. અથડામણમાં 3 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે. ગ્રામજનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW