HomeGujaratગાંધીનગર ફાયરિંગ કેસ: આ રીતે ઉકેલાયો ભેદ

ગાંધીનગર ફાયરિંગ કેસ: આ રીતે ઉકેલાયો ભેદ

પાટનગરમાં એક શખ્સની પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળી મારીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. સચિવાલયમા પ્યુન તરીકે કામ કરતા વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને ગાંધીનગર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે.પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં બે લોકો બાઈક પર જઈ રહ્યાં હતા. એક આરોપી બુકાનીધારી જ્યારે અન્ય એક આરોપી હેલ્મેટ પહેરી પાછળ સવાર હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે એકને ઝડપી લીધો છે.

ગાંધીનગરમાં બીજ નિગમની કચેરી પાસે શખ્સની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક કિરણજી મકવાણા ઈંદ્રોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી પીસ્તોલ તથા કાર્ટરીજ કબ્જે કરી હતી.હાલમાં ઝડપાયેલા શખ્સની પૂછપરછ થઇ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW