HomeGujaratમાળિયામાં ભેંસ ચરાવવા મુદે ડબલ મર્ડર, કૌટુંબિક સગાએ માતા પુત્રનું...

માળિયામાં ભેંસ ચરાવવા મુદે ડબલ મર્ડર, કૌટુંબિક સગાએ માતા પુત્રનું ઢીમ ઢાળી દીધું,

માળિયા મિયાણા શહેરના કોબાવાંઢ વિસ્તારમાં રહેતા ઝરીનાબેન ઈસાભાઈ મોવર અને તેના 22 વર્ષીય પુત્ર હબીબભાઈ ઈસાભાઈ મોવરને તેના જ કૌટુંબિક સગા સાથે ભેંસ ચરાવવા મુદે માથાકૂટ થઈ હતી અને માતા પુત્ર પર આરોપી શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બન્નેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી ખાતે લાવી રહ્યા હતા તે દરમિયાન મોત થતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો.બનાવ બાદ મૃતક ઝરીનાબેનને મોરબી સીવીલ હોસ્પિટલમાં જ્યારે મૃતક હબીબને માળીયા સીવીલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે કોબા વાંઢ વિસ્તારમાં ભારે અજંપા જેવી સ્થતી સર્જાઇ હતી જે બાદ પોલીસે ઘટના સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ બનાવ બાદ આરોપીની પણ શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે પી એસ આઈ બી ડી જાડેજાએ વધૂ તપાસ હાથ ધરી હતી બનાવમાં આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW