HomeGujaratમોરબીના આંદરણામાં વૃધ્ધને હાર્ટ એટેક આવતા પ્રાંત અધિકારી તેમની કારમાં સારવાર અર્થે...

મોરબીના આંદરણામાં વૃધ્ધને હાર્ટ એટેક આવતા પ્રાંત અધિકારી તેમની કારમાં સારવાર અર્થે લઇ ગયા

મોરબી તાલુકા વિસ્તારમાં આવતા આંદરણા ગામ સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં સમાવિષ્ટ હોય જેથી ગામના વિકાસ કામની સમીક્ષા માટે પ્રાંત અધિકારી દેવેન્દ્રસીહ ઝાલા મામલતદાર નીખીલ મહેતા તેમજ અન્ય અધિકારી અને કર્મચારી ગયા હતા અને પ્રાથમિક શાળામાં ગ્રામજનો સાથે બેઠક રાખી હતી બેઠક દરમિયાન ગામના એક આગેવાન દિલીપ મહારાજ શાસ્ત્રીને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા સાથે સાથે આચકી પણ થતા તુરત હાજર ડોક્ટરોએ તેની સારવાર કરી હતી પરંતુ દિલીપ મહારાજનું બ્લડ પ્રેશર ખુબ ઉચું હોવાથી તેમને ઈમરજન્સી સારવારની જરૂર હતી બીજી તરફ ગ્રામજનોએ 108ને જાણ કરી હતી જોકે એમ્બ્યુલન્સ ગામથી દુર હોવાથી આવતા સમય લાગે તેમ હતા જેથી પ્રાંત અધિકારી દ્વારા આધેડની સારવારને પ્રાથમિકતા આપી પોતાની કાર આપી હતી અને તુરત તેમની કારમાં તુરત જ આધેડને મોરબી રવાના કર્યા હતા અંતે રસ્તામાં 108ની ટીમ સામે આવતા આધેડને ઈમરજન્સી સારવાર મળી ગઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW