HomeGujaratદિવાળી પર ફરવા જવાનું પ્લાનિંગ વધ્યું, અત્યારથી ટ્રેન હોટેલ બુક

દિવાળી પર ફરવા જવાનું પ્લાનિંગ વધ્યું, અત્યારથી ટ્રેન હોટેલ બુક

રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ દર વર્ષે દિવાળી ઉપર એકાદ સપ્તાહ રોજગાર – ધંધા બંધ રાખીને વતન અથવા તો પ્રવાસન સ્થળોએ નીકળી જતા હોય છે. આ વર્ષે દિવાળીનાં તહેવારોનાં હોટલ – ટ્રેનનાં બુકીંગ માટે ટુર ઓપરેટરો પાસે સતત ઈન્કવાયરી આવી રહી છે. ફલાઈટનાં ભાડામાં પણ દોઢાથી બમણો દિવાળીનાં દિવસોમાં વધારો જોવા મળી રહયો છે.

દુબઈ સિંગાપોરની ટ્રીપ: દુબઈ, સિંગાપોર જવાનો ક્રેઝ જોવા મળી રહયો છે. તા. 22 ઓકટોબરે ચોથો શનિવાર આવતો હોવાથી ત્યારથી દિવાળીનાં તહેવારોની રજાનો માહોલ છવાઈ જશે. તા. 24 મીએ દિવાળી અને તા. 25 મીએ ધોકો અને તા. 26 મીએ બેસતુ વર્ષ આવી રહયુ છે. દિવાળી બાદ તા. 25 મીએ રાજકોટથી જમ્મુ જતી ટ્રેનમાં સ્લીપર કલાસમાં અત્યારથી 158 નું વેઈટીંગ ચાલી રહયુ છે. દિલ્હી અને હરિદ્વાર તરફ જતી ટ્રેનમાં પણ આવો જ ધસારો જોવા મળી રહયો છે. ફલાઈટનાં ભાડા પણ આ દિવસોમાં દોઢા થી બમણાં થઈ ગયા છે. જાણીતા પ્રવાસન સ્થળો પર હોટલોનાં ભાડામાં પણ 10 થી 20 ટકાનો વધારો ઝીંકી દેવાયો હોવાનું જાણવા મળે છે.

સાઉથ ખાલી ખમ: દુબઈ, સિંગાપોર જવાનો ક્રેઝ જોવા મળી રહયો છે. તા. 22 ઓકટોબરે ચોથો શનિવાર આવતો હોવાથી ત્યારથી દિવાળીનાં તહેવારોની રજાનો માહોલ છવાઈ જશે. તા. 24 મીએ દિવાળી અને તા. 25 મીએ ધોકો અને તા. 26 મીએ બેસતુ વર્ષ આવી રહયુ છે. દિવાળી બાદ તા. 25 મીએ રાજકોટથી જમ્મુ જતી ટ્રેનમાં સ્લીપર કલાસમાં અત્યારથી 158 નું વેઈટીંગ ચાલી રહયુ છે. દિલ્હી અને હરિદ્વાર તરફ જતી ટ્રેનમાં પણ આવોજ ધસારો જોવા મળી રહયો છે. ફલાઈટનાં ભાડા પણ આ દિવસોમાં દોઢા થી બમણાં થઈ ગયા છે. જાણીતા પ્રવાસન સ્થળો પર હોટલોનાં ભાડામાં પણ 10 થી 20 ટકાનો વધારો ઝીંકી દેવાયો હોવાનું જાણવા મળે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW