અમદાવાદ: હિંદુ ધર્મ અનુસાર, તહેવારો પર કળશ સ્થાપનાને (shardiya navratri kalash sthapana) ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કળશમાં દેવી-દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોવાનું કહેવાય છે. તેને સુખ-સમૃદ્ધિ અને મંગલ કાર્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં કળશની સ્થાપના દ્વારા શક્તિનું આહ્વાન કરવામાં આવે છે. જેનાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.આવો જાણીએ આવતીકાલે કેટલા વાગે ગરબાની સાથોના કરવી અને કેવી રીતે ગરબાનું પૂજન કરવું જોઈએ.
મુહૂર્તગરબાના સ્થાપનાનું શુભ મુહૂર્ત: હિન્દૂ ધર્મમાં રીત રિવાજ મુજબ અલગ અલગ રીતે સ્થાપના કરવામાં આવતી હોય છે.નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે 26 સપ્ટેમ્બર ને સોમવારેના રોજ સવારે વૈધૃતીયોગ હોવાથી સવારે 6:40 થી 8 વાગ્યા સુધીમાં (navratri kalash sthapana time 2022) સ્થાપના કરી શકાય છે.આ ઉપરાંત બપોરના સમયના મુહૂર્તની વાત કરવામાં આવે તો 12:10 થી 12:50 સુધી સ્થાપના કરી શક્કય છે.
પૂજામાં માટે સાધન સામગ્રી: નવરાત્રીના પ્રથમ દિવસે ગરબાની સ્થપના કરવામાં આવે છે. અને તેની પૂજા કરવામાં આવે છે.તો પૂજામાં એક લાલ સ્થાપન,ગંગાજળ, આસોપાલવ પાન, સોપારી,હળદર, ચોખા,કંકુ, એક રૂપિયાનો સિક્કો,નાળિયેર વગેરે સામગ્રીની જરૂરી પડે છે.

