HomeGujaratમોરબી:શક્તિનગર ગ્રામ સખી સંઘની બહેનોને રૂ ૭.૫ લાખની લોનની સહાયથી નવો ઉત્સાહ...

મોરબી:શક્તિનગર ગ્રામ સખી સંઘની બહેનોને રૂ ૭.૫ લાખની લોનની સહાયથી નવો ઉત્સાહ મળ્યો

મહિલાઑ પોતાની રીતે પગભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસની સાથે નારી શક્તિનો વિકાસ થાય અને દેશના વિકાસમાં તે પણ પોતાનો ફાળો આપી શકે તે માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાલ અમલમાં છે. આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો થકીની એક યોજના એટલે રાષ્ટ્રીય ગ્રામીણ શહેરી આજીવિકા મિશન યોજના. જે હેઠળ વિવિધ સખી મંડળો અને સખી સંઘની બહેનો સરકારની સહાયથી પગભર બની રહી છે.

        આવી જ એક સહાયનો ૭.૫ લાખની લોનનો ચેક મેળવી ટંકારા તાલુકામાં આવેલ શક્તિનગર (વિરવાવ)ના શક્તિનગર ગ્રામ સખી સંઘના પ્રમુખ શોભાબેન દેવડા હર્ષભેર જણાવે છે કે, અમારા સખી સંઘને આ સહાયનો ચેક મળતા અમારો વ્યવસાય અનેક નવી ઊંચાઈઓ સર કરશે. કેટલીક બહેનો તેમના વ્યવસાયમાં નવી સુવિધાઓ સાથે નવું ફલક ઊભું કરશે તો કેટલીક બહેનો સીવણ કે પાર્લરનો નવો વ્યવસાય શરૂ કરશે.

        વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સખી સંઘમાં પાંચ સખી મંડળની ૩૬ બહેનો જોડાયેલી છે આ બહેનો ડેરી, સીવણ, ઈમીટેશન, ખેતી, પાર્લર વગેરે વ્યવસાયો સાથે જોડાયેલી છે. સરકારની આવી સહાય થકી અમારા વ્યવસ્થાને એક નવો જોશ નવો ઉત્સાહ મળે છે.ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં શક્તિનગર ગ્રામ સખી સંઘને ૭.૫ લાખની સહાય એનાયત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW