ઉધોગકારોના સાહસ અને સરકારની નીતિના પગલે દેશ દુનિયામાં વિકસેલ સિરામિક ઉધોગકારોને ઘણા વર્ષોથી કન્ટેનર ડેપો ન હોવાથી તેમનો માલ ટ્રક દ્વારા મુન્દ્રા કે કંડલા સુધી મોકલવો પડતો હતો તેના કારણે ઉદ્યોગકારોને વર્ષે કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચે થતો હતો જેથી મોરબી જિલ્લામાં કન્ટેનર ડેપો ફાળવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા હતા આ માંગણી સરકારે સ્વીકારી છે અને નાણા વિભાગ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે નાણા વિભાગની જાહેરાત મુજબ ઉઘોઁગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દૃારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ કન્ટેનર ડેપો)ને મંજુરી આપેલ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરતા તેમણે સિરામિક ઉધોગકારોની રજૂઆત કેન્દ્ર સરકાર સુધી મોકલવામાં આવતા કેન્દ્ર સરકાર દૃારા પી એમ ગતિ શકિત યોજના હેઠળ આ રૂ 280 કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી છે અને પ્હારથમ તબક્કા માટે રૂ 112 કરોડ ફાળવેલ છે જેથી હવે રેલ્વે બોડઁ દૃારા ICD (ઈનલેન્ડ કંન્ટેનર ડેપો)ના આ પ્રોજેક્ટનુ કામ આગળ વઘશે મકનસર પાસે ICD થતા મોરબી સીરામીક ઉઘોઁગકારોને એક્સપોટઁ તેમજ ઈમ્પોટઁમા ટ્રાન્સપોટેઁસનના ભાડામા ફાયદો થશે તેમજ કસ્ટમ ક્લીયરન્સમા ખૂબજ સરળતા રહેશે જેથી એક્સપોટઁને વેગ મળશે તેમજ Freight forwarders, Custome clearanceના એજન્ટોની ઓફિસો મોરબી થશે જેથી નવી રોજગારી ઉભી થશે એ ઉપરાંત મોરબીનુ દરરોજના1200 કંન્ટેનરનુ એક્સપોટઁ હોવાથી હાઈવેના ટ્રાફીકમા ઘટાડો થશે આ તકે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન કેન્દૃ સરકારનો તેમજ સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કર્યો હતો

