HomeGujaratસૌરાષ્ટ્રમાં નોરતા નજીક છે એમાં મગફળી- સિંગતેલ 2900 નજીક!

સૌરાષ્ટ્રમાં નોરતા નજીક છે એમાં મગફળી- સિંગતેલ 2900 નજીક!

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં નવરાત્રિ નજીક છે, મગફળી 17.09 લાખ હેક્ટરમાં ઉત્સાહપૂર્વક વાવેતર થયું છે અને સાનુકૂળ વરસાદથી મબલખ પાકની પૂરી સંભાવના તથા કપાસિયાનું વાવેતર તો 106 ટકા થયું છે અને હાલ ખરીફ પાકના મગફળી,કપાસ બજારમાં આવવા લાગ્યા છે છતાં રાજકોટ સિંગતેલ આજે 15 કિલો નવા ટીનના રૂ।.2895ની ઉંચાઈએ ભાવ તેલલોબીએ ટકાવી રાખ્યા છે.

નેતાએ આપી વિગત: અમરેલીના કોંગ્રેસના નેતાએ જારી કરેલા સરકારી આંકડા મૂજબ માર્ચ- 2022માં છૂટક બજારમાં રૂ।. 165ના કિલો લેખે મળતા સિંગતેલના ભાવ સતત વધતા રહીને ગત તા. 10 સપ્ટે.ની સ્થિતિએ રૂ।. 184 થયા છે. છ માસમાં કિલોએ રૂ।. 20નો, ડબ્બાએ રૂ।.૩૦૦નો વધારો થયો છે. આ સત્તાવાર વિગતમાં જ સ્પષ્ટ થયું છે કે મગફળીની સીઝનના અંતે ભાવ હતા તેના કરતા આશ્ચર્યજનક અને શંકાજનક રીતે સીઝનના આરંભમાં ભાવ વધ્યા છે! ઉપરાંત સરકાર દ્વારા એક તરફ સિંગતેલ છૂટકના ભાવ રૂ।. 184 કિલોના દર્શાવાયા છે જ્યારે રાજ્યના 71 લાખ રેશનકાર્ડ ધારકોને કુટુંબદીઠ 1 લિટર (કિલો કરતા લિટરના તેલબજારના ભાવ રૂ।.12.65 પૈસા ઓછા હોય છે) સિંગતેલ રૂ।. 100અપાયું અને તેમાં રૂ।. 97ની સબસિડી એટલે કે ભાવ રૂ।. 197જણાવાયો છે.

જાણો આ આંકડો: કપાસિયા તેલ માર્ચમાં રૂ।. 154નું કિલો હતું તે વધીને રૂ।. 170 થયા છે અને આ ભાવ ચાર માસથી ઉંચા જ છે જ્યારે પામતેલના ભાવ રૂ।. 133થી વધીને મેથી ઓગષ્ટ વચ્ચે ચાર માસ દરમિયાન રૂ।. 150ના કિલો લેખે વેચાતું રૂ।. 139નું થયું છે. આ સામે રાજકોટ બજારના આજના ભાવ સિંગતેલ રૂ।.2795-2895, કપાસિયા રૂ।.2225-2285, પામતેલ રૂ।.1535-1540 પ્રતિ 15 કિલો નવા ટીનના છે. 15 લિટરના ભાવ સિંગતેલમાં રૂ।.190 અને કપાસિયામાં રૂ।. 170 ઓછા હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW