HomeGujaratમાટેલ રોડ ઉપર લેટોજા સીરામીક ફેકટરીમાં ગેસ લીકેજમાં દાઝી ગયેલ ચાર પૈકી...

માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક ફેકટરીમાં ગેસ લીકેજમાં દાઝી ગયેલ ચાર પૈકી એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક ફેકટરીમાં ગેસ લીકેજ બાદ આગની ઘટના બનતા ચાર શ્રમિકો દાઝી જતા સારવાર માટે પ્રારથમ મોરબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્ખપીટેલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમ્યાન એક શ્રમિકનું મોત થતા વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને તાપસ હાથ ધરી હતી

મોરબીના સીરામીક કારખાનામાં વારંવાર આગ લાગવાની ઘટના ઘટી રહી છે આ ઉપરાંત અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે તેમ છતાં સીરામીક ઉધોગને સેપ્ટી ને લઇ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે માટેલ રોડ ઉપર રાત્રી દરમિયાન ગેસ લીકેજ ના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં લેટોજા સિરામિક કારખાનાની અંદર કામ કરતા ચાર શ્રમિકો દાઝી ગયા હતા અને તેને પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ રાજકોટ સારવારમાં રહેલ ચાર વ્યક્તિ આશિષ સિંધાભાઈ પાલ (૨૭), કમલેશ રામકરણ પાલ (૩૭), સચિન ચેમલાભાઈ પાલ (૧૯) અને પવન કલુભાઈ પાળ (૧૮) રહે હાલ બધા લેટોજા સીરામીક માટેલ રોડ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાને સારવાર ચાલી રહી છે જેમાં ચાર શ્રમિકમાંથી કમલેશ રામકરણ પાલ (૩૭) નું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે તેવું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW